ધોરાજીના સિદ્ધિ તપના તપસ્વી દિયા વોરા આઠમી બારીમાં પ્રવેશ્યા

ધોરાજીના સ્ટેશન રોડ પર આવેલા હર્બલ સ્ટોર ચલાવતા ચિરાગભાઈ વોરાની પુત્રી દિયા વોરા જૈન ધર્મની કઠોર અને પવિત્ર એવી ‘સિદ્ધિ તપ’ ની પાવન આરાધના કરી રહ્યા છે. પરમાત્માની અસીમ કૃપા તેમજ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મનમોહનસૂરિશ્વરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમપ્રભ મહારાજ સાહેબના આશીર્વાદથી આ તપશ્ચર્યા સફળતાપૂર્વક આગળ વધી રહી છે. પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત જયવર્ધનાશ્રીજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં તપસ્વી દિયાબેન પોતાની આ આરાધનામાં સફળતાપૂર્વક આઠમી બારીમાં પ્રવેશ કરી ચૂક્યા છે. તેમની આ કઠોર તપશ્ચર્યા અને ઉચ્ચ ભાવના બદલ સમગ્ર ધોરાજી જૈન સમાજ ભાવપૂર્વક તેમની અનુમોદના કરે છે.