ભુજના આકાશમાં કુદરતની કલમ ચાલી! ઉકળાટનું પાનું ફાટ્યું, અને કેરા-ભારાપરની ધરતી પર પહેલા વરસાદી ઝાપટાં થી ધરતી ખીલી ઉઠી!

અલ્લાહની કુદરતનો કરિશ્મા તો જુઓ! આખો દિવસ ભુજની હવામાં એક ગૂંગળામણ હતી, લોકો ઉકળાટથી પરેશાન હતા. પણ બેશક, દરેક તકલીફ પછી રાહત છે, એ કુરાનનો વાયદો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, અલ્લાહની રહેમતના વાદળો ગોરંભાયા. અસર એટલે કે સાંજ ના સમયે પછી ભુજ તાલુકાના કેરા, ભારાપર, નારાયણપર ગામોમાં અલ્લાહે પોતાની રહેમત વરસાવી.

શરૂઆતમાં હળવા ઝાપટા પડ્યા અને જોતજોતામાં રસ્તાઓ પર પાણીના વહેણ વહેવા લાગ્યા. સુકાયેલી ધરતીને જાણે નવું જીવન મળ્યું.

આ વરસાદી ઝાપટાને કારણે છેલ્લા કેટલાક દિવસના ભારે ઉકળાટમાંથી લોકોને મોટી રાહત મળી છે અને ફિઝામાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂત ભાઈઓના ચહેરા પર ખુશી છે, કારણ કે વરસાદ એ અલ્લાહની સૌથી મોટી નેઅમત છે.

અલ્લાહ તઆલા આ રહેમતને આપણા માટે ફાયદેમંદ બનાવે.