લોરીયા ચેકપોસ્ટ ઉપર લોરીયા તેમજ આસપાસના ગામડાંઓના લોકો દ્વારા લખનભાઈ ધૂવાના સમર્થનમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો

image

લોરીયા ચેકપોસ્ટ ઉપર લોરીયા તેમજ આસપાસના ગામડાંઓના લોકો દ્વારા લખનભાઈ ધૂવાના સમર્થનમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો.ઘરવિહોણા લોકોના પ્રશ્નોના ઉકેલ માટે લખનભાઈ ધૂવા દ્વારા છેલ્લા બે મહિનાથી સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. કલેક્ટર કચેરી સામે તેમના દ્વારા ભૂખ હડતાળ પણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.લખનભાઈ ધૂવાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો લોરીયા ચેકપોસ્ટ ખાતે એકત્ર થયા હતા અને ચક્કાજામ કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. લોકોની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.