ગેરકાયદેસર રેતી/ખનીજનુ ખનન કરતા હિટાચી અને ટ્રકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતા મદદનીશ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી,ભચાઉ, મામલતદારશ્રી,ભચાઉ તથા ખાણ-ખનીજ વિભાગની સંયુકત ટીમ

image

મે.જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર સાહેબશ્રી,ભુજ-કચ્છની સુચનાના પગલે મદદનીશ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, ભચાઉ, મામલતદારશ્રી,ભચાઉ અને ખાણ-ખનીજ વિભાગની સંયુકત ટીમ દ્વારા ગત તા.૨૩/૦૯/૨૦૨૬ના દિવસે તેમજ રાત્રે ભચાઉ અને રાપર તાલુકામાં થઇ રહેલ ગેરકાયદેસર ખનન અને પરીવહન અન્વયે કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ હતી.

આ કાર્યવાહી દરમિયાન ભચાઉ તાલુકાના લોઘેશ્વરથી ખારોઇ જતા રસ્તે, ભરત હોટેલ ઘરણા પાટીયા,શિકારપુર તથા રાપર તાલુકાના ગાગોદર ખાતે ગેરકાયદેસર વાઇટ માટી તથા રેતીના પરિવહન કરતા કુલ ૦૮-ટ્રકો રોયેલ્ટી ન હોવાથી સીઝ કરવામાં આવેલ છે તથા ગાગોદર ખાતે ગેરકાયદેસર ખનન કરતા ૧-હીટાચી મશીન અને ૦૧ કેમ્પર સીઝ કરવામાં આવેલ. ગાગોદર ખાતે ખનન થતા સ્થળે આગળની કાર્યવાહી કરવા માટે ખાણ ખનિજ વિભાગની ટીમને જરૂરી સુચના આપવામાં આવી.

આમ આ કાર્યવાહી દરમિયાન આશરે રૂપિયા ૪ કરોડનો મુદામાલ જપ્ત કરી વાહન વિરુધ્ધ ગુજરાત મિનરલ્સ પ્રિવેશન ઇન લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, ૨૦૧૭ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી દંડની કાર્યવાહી અર્થે લગત પોલીસ સ્ટેશનમાં વાહનોનો કબ્જો સોપવામાં આવેલ.