મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીનાં સિધ્ધાંતો મુજબ આજે સત્ય અને કિશાન હીતને અગ્રતા મળવી જોઈએ. – વી.કે.હુંબલ ”

કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ વી.કે.હુંબલ ની ઉપસ્થિતિમાં અખંડ ભારતના સ્વપન દ્રષ્ટા અને કિશાનો-મજુરો માટે પોતાની જાન ન્યોદાવર કરનાર રાષ્ટ્રપિતા મહાત્માગાંધી તથા ભારતના પુર્વ વડાપ્રધાન અને “જય જવાન” “જય કિશાન” નો નારો આપનાર લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ નિમીતી ભુજ મધ્યે આ મહાપુરૂષોને હારા રોપણ કરી વંદન કરાયા હતા.

આ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતુ કે રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધી સત્ય ખાતર તથા શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ કિશાનોનાં હિત માટે જીવનનાં અંત સુધી લડતા રહ્યા. હાલમાં ચોતરફ અસત્યનો તથા નફરતનો માહોલ છે. જગતનો તાત કિશાન ખુબજ દુઃખી છે. તેવામાં હાલનાં સંજોગોમાં સત્ય તથા કિશાન-જવાનનાં હીતની વિપરીત સરકાર ચાલી રહી છે. જેથી પુનઃ રાષ્ટ્રપિતા ગાંધીજીનાં સ્વપ્નનું રામરાજ્ય તથા લાલબહાદુર શાસ્ત્રીજીનાં કિશાનહીતનું રાષ્ટ્રનિર્માણ થાય તે માટે કામે લાગી જવા તમામ કોંગ્રેસી આગેવાનો-કાર્યકરોને આહવાન કર્યું હતું

ભુજ રાજગોર સમાજવાડી ખાતે ગાંધીજીની જન્મજયંતી નિમિતે ગુજરાત પ્રદેશ રચનાત્મક કોંગ્રેસ સમિતિ તેમજ જીલ્લા કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે “મહાત્મા ગાંધી જીવન વિચાર અને કાર્ય મારી નજરે” વિષે શ્રી હરેશભાઈ ધોળકિયાના વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો. વધુમાં શ્રી ધોળકિયા એ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીની જીવન પર લખાયેલ પુસ્તક મારી આત્મકથા મહાત્મા ગાંધી સૌ એ જરૂર સમય કાઢીને વાંચવી જોઈએ. પૂજ્ય બાપુના જીવન માંથી સત્ય, પ્રેમ સ્વાલંબન, દ્રઢતા, અહિંસા, સ્વચ્છતા આવી કેટલીય બાબતો ગાંધીજી માંથી શીખવા જેવી છે આ કાર્યક્રમમાં જીલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે.હુંબલ, માજી ધારાસભ્ય ઈબ્રાહીમભાઈ મંધરા, અરજણ ભુડિયા, કલ્પનાબેન જોષી, રાજદીપ દેવધર, નરેશ ફુલીયા, ખેતશી ગજરા, રૂપાભાઈ રબારી, રાધાસિંગ ચૌધરી, શહેર/તાલુકાના પ્રમુખ, જીલ્લા સમિતિના હોદેદારો, પાંખ સેલના પ્રમુખશ્રીઓ, હોદેદારો, કાર્યકરો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ નું સંચાલન ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી એ આભાર વિધિ ગનીભાઈ કુંભારે કરી હતી કાર્યક્રમ ની આયોજન વ્યવસ્થા લાખાજી સોઢા, ઈલીયાશ ઘાંચી, મિતેશ રૂપાણી એ કરી હતી એવું જીલ્લા કોંગ્રેસ સમિતિ ની યાદી એ જણાવ્યું હતું