માધાપરમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ

માધાપરમાં સગીરાને લગ્નની લાલચ આપી છેલ્લાં ત્રણેક વર્ષથી અવાર-નવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવાઈ છે.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે માધાપર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદીની કાકાઈ ભત્રીજી 17 વર્ષની છ માસવાળીને આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી છેલ્લા ત્રણેક વર્ષથી અવાર-નવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કર્યું હતું. પોલીસે દુષ્કર્મ-પોકસો સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ પીઆઈ એ.કે. જાડેજાએ હાથ ધરી છે.