સ્મિતે મોદીને કહ્યું, હિંમત ન હારી

image

વડાપ્ર્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 174 યાત્રીના જીવ બચાવનાર ગુજરાતી પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયોકોલ પર લગભગ નવ મિનિટ સુધી વાતો કરી હતી.સૂત્રો પરથી મળતી માહિતી સ્મિતે વડાપ્રધાનને કહ્યું હતું કે, ગંભીર હદે ઘાયલ થઇ ગયો હતો, છતાં હિંમત ન હારી અને કોકપીટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી. ત્યારબાદ ક્રૂ અને યાત્રીઓએ હુમલાખોર પર કાબૂ કરવામાં મદદ કરી હતી. મોદીએ સ્મિતને કહ્યું હતું કે, આખો દેશ આપના માટે પ્રાર્થના કરી, સ્વસ્થ થવાની કામના કરી રહ્યો છે. આપના પર સૌને ગર્વ છે. કોકપીટનો દરવાજો ખૂલી ગયા બાદ તમામ યાત્રીઓના જીવ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર કેપ્ટન સ્મિત વાતચીત દરમ્યાન ભાવુક થઇ ગયો હતો. ગુજ્જુ પાઈલટે કહ્યું હતું કે, ભારે સંકટની પરિસ્થિતિ હતી એટલે દર વખતે કરું છું, તેમ હું સતત હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો. વડાપ્રધાન સાથે વાતચીત દરમ્યાન સ્મિતે જણાવ્યું હતું કે, હું વિમાન ઉડાવી રહ્યો હતો ત્યારે એક ઝટકા બાદ નીચે પડી જતાં ઇજા થઇ છતાં મને અનુભવાઇ રહ્યું હતું કે, વિમાન નીચે જઇ રહ્યું છે. મોદીએ કહ્યું હતું કે, સ્મિત, આપે એટલું મોટું કામ કર્યું છે કે, દેશનો દરેક નાગરિક, દુનિયાના લોકો આપને જોવા માગે છે, આપની સાથે વાત કરવા માગે છે.