ગુજરાતમાં યુસીસી લાગુ થશે : બિલને રાષ્ટ્રપતિની મંજૂરી

image

ગુજરાતમાં લગ્ન, છુટાછેડા, વારસાઈ અને લિવ-ઈન સંબંધ સહિત વ્યક્તિના પરિવાર જીવન સાથે સંકળાયેલા અનેક કાનુની વ્યવસ્થાનો માર્ગ હવે ખુલ્યો છે.સૂત્રો પરથી મળતી માહિતી ગુજરાત સરકારે વિધાનસભામાં પાસ કરેલા યુસીસી બિલને આખરે રાજ્યપાલ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દેતાં તેણે કાયદાનો સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યમાં યુસીસીના કાયદાનો ગેઝેટ સાથે જ અમલ શરૂ થઈ જશે. આ સાથે હવે સંપત્તિ વારસાઈમાં મહિલાઓને સમાન હક મળશે. ગુજરાત યુસીસીનો અમલ કરનારું ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બની જશે. ગુજરાતની વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડને લગતા બિલને મંજૂરી મળી ગયા બાદ રાજ્યપાલ પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર સાથે હવે યુસીસી કાયદો બની ગયો છે. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની આખરી મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકારે ધી ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, 2026 અંગેનું સત્તાવાર ગેઝેટ પ્રસિદ્ધ કરી દીધું છે. આ નવો કાયદો સમગ્ર ગુજરાત રાજ્યમાં તેમજ રાજ્ય બહાર રહેતા ગુજરાતના રહીશોને લાગુ પડશે. કોમન સિવિલ કોડ – સમાન નાગરિક સંહિતાનો સૌથી સીધો પ્રભાવ લગ્ન વ્યવસ્થા પર જોવા મળશે. આ સંહિતામાં માન્ય લગ્ન માટે કેટલીક મૂળભૂત શરતો નક્કી કરવામાં આવી છે. લગ્ન સમયે બંનેમાંથી કોઈનો જીવનસાથી જીવિત ન હોવો જોઈએ. પુરુષ માટે લગ્નની લઘુતમ ઉંમર 21 વર્ષ અને સ્ત્રી માટે 18 વર્ષ રાખવામાં આવી છે. આ ઉપરાંત લગ્નની નોંધણીને કાનૂની પ્રક્રિયાનો મહત્ત્વનો ભાગ બનાવવામાં આવ્યો છે. એટલે લગ્ન થયા બાદ તેની સત્તાવાર નોંધણી કરાવવી પડશે. નોંધણીની પ્રક્રિયા, સમયમર્યાદા અને અધિકારી સંબંધિત વ્યવસ્થા કાયદામાં સમાવાઈ છે. આ જોગવાઈનો એક વ્યવહારુ અર્થ એ છે કે, લગ્નસંબંધની કાનૂની સ્થિતિ માટે સત્તાવાર નોંધણીનું મહત્ત્વ વધશે. ભવિષ્યમાં મિલકત, વારસાઈ, છૂટાછેડા, ભરણપોષણ અથવા સંતાનના હકો અંગે વિવાદ ઊભો થાય, ત્યારે લગ્નની નોંધણી મહત્ત્વનો દસ્તાવેજ બની શકે છે. આ સંહિતાનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ વારસાઈ સાથે સંકળાયેલો છે. કોઈ વ્યક્તિ વસિયત કર્યા વિના મૃત્યુ પામે, ત્યારે તેની મિલકત કોને મળશે તે માટે વારસદારોનો ક્રમ નક્કી કરવામાં આવ્યો છે. વર્ગ-1ના વારસદારોમાં જીવનસાથી, સંતાનો, ચોક્કસ વંશજો અને માતા-પિતાનો સમાવેશ થાય છે. આ જોગવાઈનો પ્રભાવ સીધો મિલકતના હક સાથે જોડાયેલો છે. તેથી સંહિતાનો અમલ શરૂ થયા બાદ પરિવારની મિલકત, વારસાઈ અને હકદારી સંબંધિત વિવાદોમાં નવી કાનૂની જોગવાઈઓનું મહત્ત્વ વધશે.  બંધારણની કલમ 366(25) અને 342 હેઠળ આવતા અનુસૂચિત જનજાતિ ના સભ્યો તથા બંધારણના ભાગ-21 હેઠળ રક્ષિત પરંપરાગત અધિકારો ધરાવતા જૂથોને આ કાયદાની જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે. લગ્ન સમયે યુવકની ઉંમર 21 વર્ષ અને યુવતીની ઉંમર 18 વર્ષ પૂર્ણ હોવી અનિવાર્ય છે. કાયદો અમલમાં આવ્યા બાદ થતાં તમામ લગ્નોનું 60 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જો નિયત સમયમાં નોંધણી નહીં કરાવાય તો દંડની જોગવાઈ રાખવામાં આવી છે.  આ કાયદાથી તમામ ધર્મોની પરંપરાગત લગ્નવિધિઓ પર કોઈ રોક નથી. જીવિત જીવનસાથી હોય ત્યાં સુધી બીજાં લગ્ન કરી શકાશે નહીં. લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા કે રહેવા માગતા યુગલોએ રજિસ્ટ્રાર સમક્ષ સંયુક્ત નિવેદન આપીને નોંધણી કરાવવી પડશે.જો લિવ-ઇન સંબંધોનો અંત આવે, તો તેની જાણ પણ રજિસ્ટ્રારને સંયુક્ત કે એકતરફી સ્ટેટમેન્ટ આપીને કરવાની રહેશે. કોઈ વ્યક્તિ વસિયતનામું કર્યા વગર અવસાન પામે તો તેની મિલકતમાં પત્ની/પતિ, સંતાનો અને માતા-પિતાને કાયદાકીય રીતે સમાન હિસ્સો મળશે. લગ્ન બહાર, સરોગસી કે દત્તક લીધેલાં બાળકોને પણ જૈવિક બાળકોની જેમ જ કાયદાકીય અને વારસાહક સંબંધિત તમામ અધિકારો આપવામાં આવ્યા છે. – વારસાઈમાં કોનો સમાવેશ?  : વસિયત વિના મૃત્યુના કિસ્સામાં વર્ગ-1ના વારસદારોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં મુખ્યત્વે જીવનસાથી, સંતાનો અને માતા-પિતા સહિતના વારસદારોનો સમાવેશ થાય છે. – લિવ-ઇન સંબંધ માટે : નિવેદન રજૂ કરવાની જોગવાઈ  –  નોંધણીની વ્યવસ્થા – સંબંધ સમાપ્ત કરવાની પ્રક્રિયા  – નોંધણી અધિકારીની ભૂમિકા – ભરણપોષણની જોગવાઈ  –  સંતાનના હકો  – નિયમોના ભંગ બદલ દંડાત્મક જોગવાઈ