નવરાત્રીમાં માતાના મઢ જતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર! 195 એક્સ્ટ્રા ST બસો દોડશે

ગત વર્ષ કરતા 30 બસનો વધારો, ભુજ સહિત નખત્રાણા, માંડવી અને નલિયાથી મળશે સેવા

નવરાત્રીના પાવન પર્વ પર કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે ઉમટનારા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે ST તંત્ર દ્વારા મોટા પાયે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ વર્ષે ST વિભાગ દ્વારા 195 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ 30 બસો વધુ છે. નવરાત્રી દરમિયાન ભારે ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે.

ભુજ ST બસ સ્ટેન્ડ પર પ્લેટફોર્મ નં. 1, 2 અને 3 માતાના મઢ માટે ખાસ ફાળવવામાં આવ્યા છે.

મુસાફરોની સંખ્યા પ્રમાણે માતાના મઢથી ભુજ સહિતના રૂટ પર વધારાની બસો મુકવામાં આવશે.

ભુજ ઉપરાંત નખત્રાણા, માંડવી અને નલિયા ડેપોથી પણ બસ સેવા ઉપલબ્ધ રહેશે.

ભીડને પહોંચી વળવા એક વેઈટિંગ બસ સ્ટેશન અને રિઝર્વ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે.

ગ્રુપ બુકિંગ અને ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

ST તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓની દૈનિક રૂટની નિયમિત બસ સેવાને અસર થયા વગર આ વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે, જેથી કોઈને હાલાકી ન પડે.