નખત્રાણા સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ પ્રમુખ ઈકબાલભાઈ સોઢાના નેજા હેઠળ નખત્રાણા દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન; તારીખ, સ્થળ અને ફંડ એકત્ર વિશે વિગતો જાહેર.

image

અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ નખત્રાણા દ્વારા સમાજના પ્રતિભાશાળી યુવાનો, વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર હોનહાર તારલાઓ તેમજ શ્રેષ્ઠીઓના સન્માનર્થે આગામી સમયમાં એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
​આ આયોજનની રૂપરેખા ઘડવા અને તારીખ તેમજ સ્થળ નક્કી કરવા માટે સમિતિના હોદ્દેદારો અને અગ્રણીઓની એક વિશેષ બેઠક મળવામાં આવી હતી. આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા અંતર્ગત સર્વસંમતિથી આગામી 22નવેમ્બર, 2026 (22/11/2026) રવિવાર ના રોજ આ કાર્યક્રમ યોજવાનું નિર્ધારિત કરાયું છે, જેનું સ્થળ નવાવાસ,મુસ્લિમ લુહાર સમાજવાડી, નખત્રાણા ખાતે રાખવામાં આવ્યું છે.
​આ બેઠક દરમિયાન કાર્યક્રમના આયોજન અંગે સાર્થક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમારોહને સફળ અને ભવ્ય બનાવવા માટે ઉપસ્થિત ટ્રસ્ટીઓ અને અગ્રણીઓ દ્વારા ઉત્સાહપૂર્વક આર્થિક સહયોગ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રસ્ટીઓ અને સમિતિના સભ્યો દ્વારા ઉત્સાહભેર ફંડ એકત્ર કરી રૂ. ૪૫,૦૦૦/- ની રકમ એકત્રિત કરવામાં આવી હતી. અને જિલ્લામાંથી પધારેલ જિલ્લાના પ્રવક્તા ઈકબાલભાઈ જત અને જિલ્લાના ટ્રસ્ટી સલીમભાઈ ચાકી પણ ઉપસ્થિત રહ્યા હતા
​સમિતિના આ ભગીરથ કાર્ય અને ઉત્સાહને જોઈને સમાજમાં અનેરો આનંદ પ્રયાણ પામ્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા પદાધિકારીઓ અને યુવા ટીમ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના સમય અને અન્ય વિશેષ વિગતો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે, તેમ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ, નખત્રાણા ના મીડિયા પ્રવક્તા ઈશાકભાઈ સંગાર દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર સૈયદ રજાકશાહ ટોડિયા કચ્છ