ઇઝરાઇલથી ઓસ્ટ્રિયા જતી ફ્લાઇટમાં બોમ્બની ધમકીથી ફફડાટ, બલ્ગેરિયામાં કરાવાયું ઇમરજન્સી લેન્ડિંગ

ઇઝરાઇલથી ઓસ્ટ્રિયા જઈ રહેલી એક ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ ફ્લાઇટ ટેકઓફ થયા બાદ જ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતા જ પાયલોટે તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા ફ્લાઇટને બલ્ગેરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય લેવાયો હતો.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આખી ફ્લાઇટ MiG-29 ફાઇટર જેટની દેખરેખ હેઠળ ઉડાવવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

આ ફ્લાઇટમાં કુલ 51 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સવાર હતા. લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને અત્યંત સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને વિમાનની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.