સાઉદી અરબમાં ડ્રોન અને મિસાઈલ હુમલા વચ્ચે ફસાયા હતા ગુજરાતના ઉમરાહ યાત્રીઓ, આખરે વતન પરત ફરતા પરિવારમાં ખુશીની લહેર

સાઉદી અરબમાં થયેલા ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ ત્યાં ફસાયેલા ગુજરાતના ઉમરાહ યાત્રીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

ઉમરાહ કરવા ગયેલા ગુજરાતના યાત્રીઓ હુમલાના કારણે સાઉદી અરબમાં ફસાઈ ગયા હતા. સતત હુમલાના સાયરન અને તણાવપૂર્ણ માહોલ વચ્ચે પરિવારો ચિંતામાં મુકાયા હતા. પરંતુ સરકારની સમયસરની કાર્યવાહી અને વ્યવસ્થાના કારણે તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે ગુજરાત વતન પરત લાવવામાં આવ્યા છે.

વતન પરત ફરતા જ એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પિતા પોતાના બાળકોને ભેટી પડ્યા હતા અને લાંબા સમયના ડર બાદ પરિવારનું સુખદ મિલન થયું હતું. સુરક્ષિત પરત ફરેલા તમામ યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો છે.