ભુજ તાલુકાના કાલીતલાવડી ખાતે મહેશ્વરી સમાજ દ્વારા નવરાત્રીમાં દીકરીઓને બંધારણની બુકનું વિતરણ

image

ભુજ તાલુકાના કાલીતલાવડી ગામે મહેશ્વરી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ નવરાત્રી મહોત્સવ દરમિયાન એક પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સમાજના પ્રમુખ શ્રી આનંદ વી. સીજુ ના હસ્તે જે દીકરીઓ હાઈસ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરે છે તેઓને ભારતીય બંધારણ (સંવિધાન) ની બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી નાની દીકરીઓને ચોપડા અને પેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ સમગ્ર નવરાત્રીના આયોજન સમાજના સહયોગથી અને પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવે છે, તેવું માવજીભાઈ મહેશ્વરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ પ્રસંગે સમાજની દીકરીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા અને બંધારણના જ્ઞાન અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.