ભીરંડિયારામાં વાડાઓ પર વહીવટનો ધોંસ

image

બુધવારે બન્ની વિસ્તારના મુખ્ય મથક ભીરંડિયારા ખાતે વનતંત્રએ ધોંસ બોલાવી વાવેતર કરાયેલા વાડાઓ પર બુલડોઝર ફેરવી નાખતાં એક તબક્કે માહોલ તંગ બન્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી બન્ની વિસ્તારમાં વાવેતર થયેલા વાડાઓ પર ફોરેસ્ટ ખાતાની ટીમો દ્વારા લોડર અને ટ્રેકટરો સાથે દબાણો દૂર કરવામાં આવતાં ગ્રામજનો અને તંત્ર સામસામે આવી જતાં થોડીવાર માટે માહોલમાં તંગદિલી સર્જાઇ હતી. અંતે ધોરડો પી.આઇ.  ટી.ડી. ચૂડાસમાએ ગામલોકોને સમજાવતાં મામલો થાળે પડયો હતો. ગામલોકોના પ્રયાસો છતાં તંત્રએ વાવેતર પર બુલડોઝર ફેરવી દેતાં ગરીબ પશુપાલકોના પશુધન માટે વાવેલા એરંડા જેવા પાકને નુકસાન થયું હતું. કચ્છ વન વર્તુળ કચેરીના સી.એફ. ડો. ધીરજ મિત્તલની સૂચના તળે નાયબ વનસંરક્ષક નેવીલ ચૌધરી, મદદનીશ વન સંરક્ષક  પરિમલનાં માર્ગદર્શન હેઠળ ઇશ્વર મહેશ્વરી , ગણપત પટેલ, જી.એમ. પટેલ , એમ.એચ. સોલંકી ની આગેવાની હેઠળ થયેલી દબાણની કામગીરીમાં વન ખાતાના કર્મચારીઓ, ભીરંડિયારાના જમાદાર નરસિંહ ચૌધરી, દશરથસિંહ રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.