ભુજ તાલુકાના ભગાડીયા માં શોકનું મોજું, ભગાડીયાના જાણીતા ઝાલાવાડ ન્યુઝ ના પત્રકાર જત મિરખાન ભાઈના માતુશ્રીનું અવસાન, ત્રણ ગામમાં શોકની લાગણી!
ભુજ તાલુકાના ભગાડીયા ગામમાંથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઝાલાવાડ ન્યૂઝના નિષ્ઠાવાન અને જાણીતા પત્રકાર તરીકે સેવા આપતા જત મિરખાન ભાઈના માતુશ્રીનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે.
તેઓ એક ધાર્મિક, સાદગી ભર્યું અને નેકદિલ જીવન જીવ્યા હતા. તેમના અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ભગાડીયા, સેરવા અને સરાડા સહિત સમગ્ર પંથકમાં ગમગીનીનું મોજું ફરી વળ્યું હતું.
જત મિરખાન ભાઈ એ ભગાડીયા વિસ્તારના અવાજ તરીકે હંમેશા લોકોના પ્રશ્નોને ઉજાગર કર્યા છે, ત્યારે તેમના માતા પર આવી પડેલા દુઃખમાં સમગ્ર વિસ્તાર તેમની સાથે ઉભો છે.
સદગતની જનાજાની નમાઝ અને દફનવિધિ તેમના વતન ભગાડીયા મુકામે કરવામાં આવી.આ દુઃખદ ઘડીએ ઝાલાવાડ ન્યૂઝ પરિવાર, અનેક સામાજિક આગેવાનો, પત્રકાર મિત્રો, વડીલો અને ગ્રામજનોએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
અલ્લાહ તઆલા મરહુમાને જન્નતુલ ફિરદૌસમાં આલા મુકામ અતા કરે અને પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુઆ.