માનવતા હજુ જીવંત છે! જામનગર-ઝાલોદ ST બસમાં મહિલાની પ્રસૂતિ, ડ્રાઈવર-કંડક્ટર બન્યા મહેરબાન

કહેવાય છે ને માનવતા એ જ સાચી સેવા છે, આ વાતને સાર્થક કરતી ઘટના ખેડા જિલ્લામાંથી સામે આવી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના બાલાસિનોર ડેપોની બસ નંબર GJ18ZT 4899 જામનગરથી ઝાલોદ જઈ રહી હતી. બસ નંબર 32, બાલાસિનોર-ઝાલોદ રૂટ પર બપોરે લગભગ 10:00 વાગ્યે ગાડલવેલવી હળદરવાસ પાસે પહોંચી ત્યારે બસમાં મુસાફરી કરી રહેલી એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી.

ડ્રાઈવરે તરત જ બસને રસ્તા પર સુરક્ષિત જગ્યાએ ઉભી રાખી દીધી.

કંડક્ટરે પોતાના પૈસાથી પાસેની હોટલેથી ઓઢણી લાવીને મહિલા માટે સુવાની વ્યવસ્થા કરી.

તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી.

મહિલાને તરત જ નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી, જ્યાં માતા અને બાળક બંને સુરક્ષિત છે.

બસના ડ્રાઈવર બેજ નંબર: 13198 અને કંડક્ટર સુરેશકુમાર સોમાભાઈ પરમાર (બેજ નંબર: 10105) એ જે સમજદારી, સંવેદનશીલતા અને સમયસૂચકતા દાખવી તે ખરેખર સલામને પાત્ર છે. તેમણે ફરજ સાથે સાથે માનવતાની ફરજ પણ નિભાવી બતાવી.

મુસાફરોએ પણ આ ઘડીએ માનવતાનું ઉદાહરણ આપ્યું અને તેમની સાચી સેવાને બિરદાવી છે.

માનવતા એ જ સાચી સેવા – આવા કર્મચારીઓને સલામ!