સરપંચો માટે લાલબત્તી! સરકારી જમીન પર દબાણ કરશો તો હવે સીધી FIR, CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને તાકીદ
ગુજરાતના સરપંચો માટે મોટા સમાચાર. સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે હવે કડક કાર્યવાહી કરવાની તૈયારી રાજ્ય સરકારે કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી છે કે સરકારી જમીન પર દબાણ કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
જે લોકો વારંવાર સરકારી જમીન પર દબાણ કરશે તેમની સામે હવે સીધી FIR નોંધવામાં આવશે.
જો કોઈ સરપંચ પોતાની ફરજમાં બેદરકારી દાખવશે અથવા દબાણ રોકવામાં નિષ્ફળ જશે તો તે સરપંચ સામે પણ પગલાં લેવામાં આવશે.
મુખ્યમંત્રીની આ સૂચના બાદ સમગ્ર ગુજરાતમાં સરકારી જમીનો ખાલી કરાવવા માટેનું અભિયાન વધુ તેજ બનવાની શક્યતા છે.