કચ્છ લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ભુજ ખાતે “સાંસદ સ્વદેશી મેળા” નું આયોજન

PHOTO VINOD CHAVDA

દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ’ ના
રાષ્ટ્રવ્યાપી સંદેશને સાર્થક કરવાના હેતુથી કચ્છ લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ભુજ ખાતે “સાંસદ સ્વદેશી મેળા”
નું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેળા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને હસ્તકલા સાથે
સંકળાયેલા લોકોને પોતાની બનાવટની ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે યોગ્ય મંચ પૂરો પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો
છે.
મેળામાં સ્વદેશી બનાવટની ઘર સજાવટની વિવિધ સામગ્રી, ખાદીની ચીજવસ્તુઓ તેમજ હેન્ડીક્રાફ્ટની આકર્ષક વસ્તુઓનું
પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ પહેલથી સ્થાનિક કારીગરો અને નાના વ્યવસાયકારોને પ્રોત્સાહન મળશે, સાથે જ
નાગરિકોને તહેવારના અવસરે સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની તક મળશે.
આ પ્રસંગે સ્વદેશી ઉત્પાદનોના ઉત્પાદકો, કારીગરો, નાના વેપારીઓ તથા
હસ્તકલા સાથે સંકળાયેલા તમામને સમયમર્યાદામાં QR કોડના માધ્યમથી રજીસ્ટ્રેશન
કરાવી આ પહેલનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે.
સાથે જ કચ્છના નાગરિકોને પણ દિવાળીના તહેવાર દરમિયાન સ્વદેશી
ચીજવસ્તુઓની ખરીદી કરી સ્થાનિક કારીગરો અને વેપારીઓને પ્રોત્સાહન આપવા
તથા ‘સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ’ ના સંકલ્પને સાકાર
કરવામાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવેલ છે.
સાંસદ સ્વદેશી મેળાનું રજીસ્ટ્રેશન તા.27/10/2026 મંગળવાર સુંધી
કરવામાં આવશે પ્રદર્શન અને વેચાણ તારીખ 01/11/2026 થી 05/11/2026 સુંધી
સાંજે 04:00 વાગ્યા થી રાત્રે 10:00 કલાકે સુંધી કતીરા પ્લોટ, લોહાણા મહાજનવાડી ખાતે આયોજન થયેલ છે. સાથે આપેલ QR
કોડના માધ્યમ થી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.