પસાર થતી ટ્રક કલેક્ટરે થોભાવી તો ગેરકાયદે રેતીનો જથ્થો મળ્યો

માંડવી-ગઢશીશા માર્ગે ગઢશીશા નજીક એક ટ્રક પસાર થતી હતી, બરાબર તેની પાછળ કચ્છના કલેક્ટર અનિલ રાણાવસિયાની પણ ગાડી આવતી હતી.સૂત્રો પરથી મળતી માહિતી કલેક્ટરનું ધ્યાન ટ્રકની નંબર પ્લેટ પર પડતાં કાળા રંગથી નંબર ભૂસી દેવાયેલા હોવાથી શંકા જતાં પડકતાં તેમાંથી ગેરકાયદે રેતીનો જથ્થો પકડાયો હતો. આ હકીકતને સમર્થન આપતા કલેક્ટર શ્રી રાણાવસિયાએ જણાવ્યું હતું કે, નંબર પ્લેટ કાળા કલરથી ઢાંકી દેવાઈ હોવાથી ટ્રક ઊભી રાખીને તપાસ કરી તો તેમાં રેતી ભરાયેલી હતી. ચાલક પાસેથી રોયલ્ટીની પાસ મગાતાં ભચાઉ તાલુકાના કટારિયાની બીજની પાસ સી અને તે પણ જૂની તારીખની હતી. આ બધું તપાસના શંકાસ્પદ ગેરકાયદે રેતીજથ્થા વેળાનું બહાર આવ્યું હતું. કલેક્ટરે તુરંત મામલતદારને અંદાજે 25 ટન માલ અને ટ્રક કબજે કરી આગળની કાર્યવાહીની સૂચના અપાતાં પોલીસ પણ બોલાવવામાં આવી હતી. આ એક પ્રકારે નંબર પ્લેટ છુપાવવાનો ગંભીર ગુનો માની માલ ક્યાંથી લાવવામાં આવ્યો એ ખનિજ લીઝધારક પાસેથી આવ્યો છે કે નહીં તે સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.