જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં પ્રોહિબિશન/જુગા૨ ની ગેરકાયદેસર પ્રવ્રુતીને અંકુશમા લાવવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય અને બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજાર નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર જે.એમ.વાળા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અનવ્યે પોલીસ ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી દ૨મ્યાન ગાંધીધામ પી.એસ.એલ. કાર્ગો ઝુંપડા ગલી નંબ૨-૦૧ માં આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં અમુક ઇસમો ગંજીપાના વડે તીન પત્તીનો હાર જીતનો જુગા૨ ૨મી રહેલ હોવાની બાતમી હકિકત આધારે રેઈડ કરતા રૂપીયાની હારજીતનો જુગાર રમતા ૫ (પાંચ) વ્યક્તિઓને પકડી પાડી તેમની પાસેથી નીચે જણાવ્યા મુજબનો મુદામાલ કબ્જે કરી જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે