પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી રાપર પોલીસ

મમ્હે. શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી બોર્ડર રેન્જ, ભુજ-ડચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ,ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ, ભચાઉ નાઓ તરફ થી જીલ્લા મા પ્રોહીબીશનની બદી નેસ્ત-નાબુદ કરવા અને વધુમા વધુ પ્રોહી ના કેશો શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અનુસંધાને રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી આર.એલ.ખટાણા નાઓના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હડીકત મળેલ કે રામકૃષ્ણ ઉર્ફે લાલો મારાજ ગીરજાશંકર વ્યાસ રહે-મેઘપર બોરીચી અંજાર વાળાનો ભારતીય બનાવટ નો વિદેશી દારુ નો જથ્થો એક કાળા કલર ની સ્કોર્પીઓ ગાડી મા ભરી ને મઢુત્રા રણ માથી રાપર ફતેગઢ નર્મદા કેનાલ તરફ આવી રહેલ છે જે બાતમી હકીકત ના આધારે પોલીસ સ્ટાફ ના માણસો નર્મદા કેનાલ ઉપર વોચમા હોય જે દરમ્યાન બાતમી હકીકત વાળી સ્કોર્પીઓ કાર સામે થી આવતા જેને ઉભી રખાવવા ની કોશીશ કરતા સ્કોર્પીઓ ડાર નો ચાલક પુરઝડપે ચલાવી લઈ ભાગી ગયેલ જેનો પીછો કરતા સ્કોર્પીઓ ગાડી ના ટાયર ફુટી જતા સ્કોર્પીઓ ગાડી નો ચાલક ગાડી કેનાલ ના કાચા રસ્તા મુકીને અંધાર નો અને ઝાડી વિસ્તારનો લાભ લઈ નાસી ગયેલ બાદ સ્કોર્પીઓ ગાડી ની ઝડતી તપાસ ક૨તા તેમાથી ભારતીય બનાવટનો વિદેશી દારુ નો જથ્થો મળી આવતા પ્રોહીબીશન ધારા તળે ગુનો રજીસ્ટર કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.