મ્હે. પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ દ્વારા ઉતકુષ્ટ કામગીરી કરનાર ટ્રાફીક પોલીસ અધિકારીઓ,કર્મચારીઓ તથા ટી.આર.બી.જવાનોનુ બહુમાન કરાયુ

image

આ કાર્યક્રમ મા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ નાઓના વરદ હસ્તે ટ્રાફિક નિયમન, અકસ્માત નિવારણ, તહેવારો તથા વિષેશ બંદોબસ્ત દરમીયાન તેમજ ખાસ કરી ને નવરાત્રી બંદોબસ્તમાં પ્રશંસનીય અને નિષ્ઠા પુર્વક ફરજ બજાવનાર પોલીસ અધિકારીઓ,કર્મચારીઓ અને ટી.આર.બી. જવાનોને પ્રશંસા પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમીયાન મ્હે.એસ.પી.સાહેબ નાઓએ જણાવ્યુ હતુ કે,ખરા તાપ,વરસાદ કે ઠંડી જેવા વિષમ વાતાવરણમાં પણ રસ્તા પર ઉભા રહીને પ્રજાની સુરક્ષા અને ટ્રાફિક નિયમન નું કામ કરવુ એ ખૂબજ જવાબદારી પુર્વકનુ કાર્ય છે ટ્રાફિક પોલીસ અને ટી.આર.બી. જવાનોની આ મહેનત અને સમર્પણની ભાવનાના કારણે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે છે

પોલીસ અધિક્ષક શ્રી એ તમામ નવા ભરતી થયેલા ટી.આર.બી. જવાનોને તેમની નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવ્યા હતા અને નિષ્ઠા પુર્વક સેવા આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ નોકરીની ફરજો અને શિસ્ત અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. તેમજ તમામ જવાનો ને ભવિષ્યમા પણ આ જ રીતે નિષ્ઠા,પ્રામાણીકતા અને સેવા ભાવ થી ફરજ બજાવવા માટે પ્રોત્સાહીત કર્યા હતા આ પ્રસંગે નાયબ પોલીસ અધીક્ષકશ્રી મુખ્ય મથક,જીલ્લા ટ્રાફીક પી.એસ.આઈ. તથા સીટી ટ્રાફિક પી.એસ.આઈ. તથા બહોળી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.