ભુજ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્વો દ્વારા કરેલ ગેરકાયદેસર દબાણ દુર કરાવતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ(ભુજ) તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ-કચ્છ(ભુજ) નાઓએ અસમાજિક તત્વો વિરુધ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા અને ગેરકાયદેસર દબાણ દુર કરાવવા સુચનાઓ આપેલ
જે અનુસંધાને અસામાજીક તત્વો (૧) નુરમામદ ઇબ્રાહીમ અજડીયા તથા (૨) અરમાન નુરમામદ અજડીયા તથા (૩) ઇરફાન નુરમામદ અજડીયા તથા (૪) સબ્બીર હુશેન નુરમામદ અજડીયા રહે તમામ હાલે. ઓધવ વંદના સોસાયટી ભુજ નાઓએ મોજે: ભુજ સીમ, તા. ભુજના સ.નં.૮૭૦/૧ પૈકી વાળી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી કન્સ્ટ્રકસન કરેલ હોય અને સામાવાળા તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય જેથી મામલતદારશ્રી ભુજ શહેરનાઓને દબાણ દુર કરવા માટે રિપોર્ટ કરવામા આવેલ અને મામલતદારશ્રી ભુજ શહેરનાઓના હુકમ આધારે સામાવાળાઓએ સ્વૈછિક દબાણ દુર કરેલ અને દબાણ ફરતે દિવાલ દુર કરેલ નહિ જે આજરોજ દુર કરી દબાણ વાળી જગ્યા આશરે ૪૫૦ ચો.મી અંદાજિત કિ.રૂ ૫૪,૦૦,૦૦૦/- વાળી ખુલ્લી કરવામા આવેલ છે.