સરકારી જમીન પર બિન અધિકૃત રીતે કરેલ ધાર્મિક/ કોમર્શિયલ દબાણ દુર કરતું જિલ્લા વહીવટી તંત્ર

image

રાપર તાલુકાના મોજે ખીરઇ અને મોજે કીડીયાનાગરની સરકારી જમીન કુલ ક્ષેત્રફળ ૯૦૦૦ ચો.મી. સરકારી જમીનમાં થયેલ ધાર્મિક અને કોમર્શિયલ દબાણ બાબતે મામલતદારશ્રી, રાપર દ્વારા જ.મ.કા.કલમ-૬૧ તળેની કાર્યવાહી હાથ ધરી રજૂઆતની પૂર્ણ તક આપ્યા બાદ વાદગ્રસ્ત જ્મીનમાં દબાણ દૂર કરવા બાબતનો હુકમ કરવામાં આવેલ. સદરહુ દબાણવાળી કુલ ૯૦૦૦ ચો.મી. જેની ધાર્મિક અને કોમર્શિયલ હેતુ માટેની જંત્રી દર મુજબ કુલ કિંમત રૂપિયા ૩૭,૦૦,૦૦૦/- (સાડત્રીસ લાખ) થાય છે. સદરહુ ધાર્મિક અને કોમર્શિયલ હેતુના દબાણવાળી જમીન પર આજરોજ તા.૨૫/૧૦/૨૦૨૬ ના રોજ શ્રી અનિલ રાણાવસિયા, મે.કલેકટર સાહેબશ્રી, કચ્છ-ભુજ અને અભિષેક પ્રમોદ ટાલે, મદદનીશ કલેક્ટરશ્રી, ભચાઉના માર્ગદર્શન હેઠળ શ્રી એચ.બી.વાઘેલા, મામલતદારશ્રી, રાપરની ટીમ દ્વારા સ્થળ પર હાજર રહેતા સવાલવાળી જમીનનું ગેરકાયદેસર દબાણ પોલીસને સાથે રાખીને દૂર કરવામાં આવેલ છે અને સદરહુ દબાણવાળી જમીનનો સરકાર પાસે કબજો લેવામાં આવેલ છે.