નોબેલ ન મળતાં નારાજ ટ્રમ્પે નોર્વેને ખરાબ દેશ ગણાવ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ પુરસ્કાર ન મળવાથી ફરી એક વખત નારાજગી દર્શાવી હતી.સૂત્રો પરથી મળતી માહિતી તેમણે નોર્વેને ગાળ આપતાં કહ્યું હતું કે, તેઓ નોર્વેથી કોઇને અમેરિકા આવવા દેવા માગતા નથી. ટ્રમ્પે મિશિગનમાં એક ચૂંટણી રેલીને સંબોધતાં કહ્યું હતું કે, `મેં આઠ યુદ્ધ રોકાવ્યાં છે છતાં મને નોબેલ ન મળ્યું.’ ફ્રાન્સમાં હાલમાં થયેલી હિંસા માટે ટ્રમ્પે પ્રવાસીઓને જવાબદાર ગણાવ્યા હતા. નોર્વેની ટીકા કરતાં કહ્યું કે, નોર્વે એક ખરાબ દેશ બની ગયો છે. ટ્રમ્પ લાંબા સમયથી દાવો કરતા આવ્યા છે કે, તેમના કૂટનીતિક પ્રયાસો માટે તેમને નોબેલ પુરસ્કાર મળવું જોઇએ. તેમણે કહ્યું કે હવે તેમને ફક્ત ઇરાન અને યુક્રેન યુદ્ધ ઉકેલવાનું છે.