ભીમાસર PHC ના તબીબ બદલી હુકમ અંગે કલેકટરને રજૂઆત – ભીમ આર્મી મેદાનમાં

image

અંજાર તાલુકાના ભીમાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે તબીબની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો છે. આ મામલે ભીમ આર્મી ભારત એકતા મિશન, કચ્છ જિલ્લા દ્વારા આજે જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, GMERS ગાંધીનગર દ્વારા હુકમ નં. DPKCHH/0623/10/2026 થી ભીમાસર PHC ખાતે ડૉ. થોરીયા વિરજભાઈની કાયમી નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ ડૉ. પાર્થ આર. આહીર દ્વારા જૂના ઈ-મેઈલના આધારે તા. ૨૩/૧૦/૨૦૨૬ ના હુકમનો ઉપયોગ કરી ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ ભીમ આર્મી દ્વારા કરવામાં આવ્યો છે.
૧. ડૉ. પાર્થ આહીરનો બદલીનો હુકમ તાત્કાલિક ધોરણે રદ કરવો.
૨. કાયમી નિમણૂક પામેલા ડૉ. થોરીયા વિરજભાઈને ભીમાસર PHC ખાતે તાત્કાલિક હાજર કરવા.
૩. સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવી.
આ રજૂઆત ભીમ આર્મી ભારત એકતા મિશનના કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી હરિભાઈ પરમારની આગેવાનીમાં કરવામાં આવી હતી. આ તકે હીરજી ભદ્રુ, દેવજી મણવર, લક્ષ્મણ વાઘેલા સહિતના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.