ભુજ તાલુકાના લોરીયા ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય રમીજભાઈ મહેમુદભાઈ સુતાર સામે લાખો રૂપિયાના કથિત કૌભાંડના આક્ષેપો થતાં ગામમાં ચર્ચા

ભુજ તાલુકાના લોરીયા ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય રમીજભાઈ મહેમુદભાઈ સુતાર સામે લાખો રૂપિયાના કથિત કૌભાંડના આક્ષેપો થતાં ગામમાં ચર્ચા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.આ મામલે ગ્રામજનો દ્વારા શિક્ષણ વિભાગના અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, એવો ગ્રામજનોનો આક્ષેપ છે.વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવતાં ગ્રામજનોમાં નારાજગી વધી રહી છે.ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતાં ચીમકી આપી છે કે જો આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો શાળાને તાળાબંધી કરવાની ફરજ પડશે. સાથે જ ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું છે કે આવી સ્થિતિ ઊભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત શિક્ષણ વિભાગ અને તંત્રની રહેશે.હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોના આક્ષેપો અંગે શિક્ષણ વિભાગ ક્યારે તપાસ હાથ ધરે છે અને જવાબદારો સામે કેવાં પગલાં લેવામાં આવે છે.