માનનીય કલેક્ટરશ્રી, કચ્છના માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામકશ્રી, ફ્લાઈંગ સ્ક્વોર્ડની કચેરી, ભુજ-કચ્છ દ્વારા ખનિજ ચોરી અંગે મળતી અવાર નવાર ફરિયાદોને ગંભીરતાથી લઈ,

image

તારીખ.૨૭/૧૦/૨૦૨૬ ના રોજ મોડી રાત્રે ફરિયાદીશ્રીની બાતમીના આધારે ખાનગી વાહનથી અંજાર તાલુકાના વરસામેડી ગામને લાગુ સીમ વિસ્તાર ખાતે તપાસ હાથ ધરવામાં આવેલ, સદરહુ તપાસ દરમ્યાન તપાસ સ્થળેથી ૧ (એક) એક્ષકેવેટર મશીન તથા ૧ (એક) ડમ્પર દ્વારા સાદીમાટી ખનીજનું ગેરકાયદે ખનન તથા વહન કરતાં અટક કરી, કુલ રૂપીયા સિત્તેર લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. સદરહુ વાહનોને સીઝ કરવામાં આવેલ છે. તેમજ સદર તપાસ અંગે આગળની નિયમોનુસારની કાર્યવાહી હાલ ચાલુ હાલતમાં છે