છારી-ફુલાયના સોલારમાંથી રૂા. 1.90 લાખના સામાનની તફડંચી

નખત્રાણા તાલુકાના છારી-ફુલાય સીમમાં ખાનગી સોલાર પ્રોજેક્ટમાંથી રૂા. 1.90 લાખના સામાનની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે.સૂત્રો પરથી મળતી માહિતી છારી-ફુલાય સીમ વિસ્તારમાં એન.ટી.પી.એસ. કંપનીના સોલાર 300 તથા 600 એમ.ડબલ્યુ. પ્રોજેક્ટમાંથી ગત તા. 4/8થી 25/9 દરમ્યાન ચેન લીંક ફેન્સિંગ રોલ-35, જી.આઇ. વાયર રોલ પાંચ, બે એરકૂલર, 12 રોલિંગ ખુરશી, આઠ નાના બસબાર, એક ઇન્સ્યૂલેટર, છ બારબેડ જમ્પર, 31 ફેન્સિંગ એન્ગલ એમ કુલ્લે રૂા 1,90,000ના સામાનની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકે નોંધાઇ છે.