ગઢશીશામાં ગાંજા સાથે ઈસમ ઝડપાયો

ગઇકાલે રાત્રે માંડવીના ગઢશીશામાં ગાંજા સાથે શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. સૂત્રો પરથી મળતી માહિતી ગઇકાલે રાત્રે ગઢશીશા પોલીસે બાતમીના પગલે ગૌશાળા પાસે રોડ સાઇડ પાસેથી ટુ-વ્હીલર એક્સેસ ની ડેકીમાં રાખેલો માદક પદાર્થ ગાંજો 19.51 ગ્રામ કિં.રૂા. 975 સાથે આરોપી ને ઝડપી પાડયો હતો.  5500નો મોબાઇલ, એક્સેસ કિં.રૂા. 40,000 તથા ગાંજો કિં.રૂા. 975 એમ કુલ્લે રૂા. 46,475નો મુદ્દામાલ પોલીસે કબજે લઇ આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.