ભુજની એક 45 વર્ષની ગૃહિણી સાથે દુષ્કર્મ આચરી મોબાઈલમાં અશ્લિલ ફોટો અને વિડિયો બનાવીને તેના આધારે રોકડા રૂપિયા અને સવા લાખની કિંમતના સોનાના દાગીના પડાવી લેનારાં યુવક વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ભુજની એક મહિલા સાથે આસરે ચારેક વર્ષ અગાઉ સંપર્કમાં આવી રેલ્વે ટીકીટ બુકીંગનું કામ કરતા ધવલ સુરેશ રાજગોર શિવ નગર, સરપટ નાકા બહાર રહે છેભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છેધવલે તેની મરજી વિરુધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ભુજ નામના યુવાને મહિલાને ધાક ધમકી આપી તેનું શારીરિક શોષણ કરી મહિલાની બિભત્સ વિડિયો ક્લિપ અને ફોટા ઉતારી દીધા હતા અને સતત શારીરિક ટ્રોચર કરી બ્લેકમેલ કરી તે મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી તેની પાસેથી 4.50 લાખ જેવી માતબર રકમ પડાવી લીધી હતી અને કોઈને પણ જાણ કરીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ધવલ સામે ભુજ પોલીસે આઈપીસી ૩76(2), એન, 384, 506 વગેરે કલમ હેઠળ ફરિયાદ નોંધી આરોપીને પકડી લેવા કવાયત શરૂ કરી છે