જુગારનો ગણનાપાત્ર કેશ સોધી કાઢતી ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન

ભુજ શહેર બી-ડિવીઝનના પો.હેડ.કોન્સ નરેન્દ્ર આર .ધરડા તથા પો.કોન્સ દશરથભાઈ રાણાભાઈ ચાવડા તથા પો.કોન્સ. વિશાલભાઈ
દિનેશભાઈ ખાંભલા એરીતેના પોલીસ સ્ટાફના માણસો બી-ડિવીઝન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ નરેન્દ્ર આર.ધરડા નાઓને બાતમી હકીકત મળેલ કે બાપાદયાળુનગર,દાદુપીરરોડ, ભુજ માં રહેતો પ્રેમજી બાબુ દેવીપુજક ના રહેણાક મકાનની બહાર ખુલ્લા પ્લોટમાં જાહેરમાં અમુક ઈસમો ગંજી પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી સચોટ અને ભરોસા પાત્ર બાતમી મળતા ઉપરોકત જગ્યાએ રેડ કરતા:- (૧) પ્રમેજી બાબુ દેવીપુજક ઉ.વ-૩૮ રહે.બાપાદયાળુ નગર, દાદુપીરરોડ,ભુજ (૨) વિનોદ મણીલાલ દેવીપુજક ઉ.વ-૩૫ રહે.બાપાદયાળુ નગર,દાદુપીરરોડ,ભુજ (૩) અશોક રમેશભાઈ દેવીપુજક, ઉ.વ-૩૫, રહે.બાપાદયાળુ નગર, દાદુપીર રોડ ,ભુજ (૪) વિનોદ નથુભાઈ વાઘરી ઉ.વ.૩૦ રહે.ગાંધીનગરી, એરપોર્ટ રોડ,ભુજ (૫) વાલજી રામાભાઈ વાઘરી ઉ.વ.૨૦ રહે.બાપાદયાળુ નગર,દાદુપીર રોડ,ભુજ (૬) કિશોર બાબુભાઈ સથવારા ઉ.વ.-૩૮ રહે.બાપાદયાળુ નગર,દાદુપીરરોડ, ભુજ (૭) કાન્તી બાબુભાઈ દેવીપુજક, ઉ.વ. -૩ર રહે.બાપાદયાળુ નગર,દાદુપીરરોડ,ભુજ વાળાઓને રોકડા રૂપિયા ૧૧,૦૫૦/- તથા ગંજી-પાના નંગ-પર કિ.રૂા. 20/00 એમ કુલે રૂપીયા ૧૧,૦૫૦/- ના મુદામાલ સાથે પકડાઈ જઈ જુ.ધા.કલમ-૧૨ મુજબનો ગુનો નોંધી આગળની
કાર્યવાહી હાથ ધરેલ છે.