દિવાળીના તહેવારમાં મુન્દ્રા પોલીસે નવ જુગારીઓને પકડયા

મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. ઝાલા,  પોલીસ હેડ કોસ્ટેબલ અશોકભાઈ કનાદ અને પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ ઝાલાને બાતમી મળતા તેના આધારે બાતમીના સમાઘોઘા બાજુ આવેલ પંકજ નગર કોલોનીમાં બાવડોની ઝાડીમાં જુગાર રમાઇ રહ્યો છે તે બાતમીના આધારે તે જગ્યાએ તપાસ કરતા ભાનસિંગ જાનકી પાલ, રાજુ ગંગામણિ ચોરસિયા, જયકુમાર પન્નાલાલ કચેરે, શેરસિંગ ભાનુપ્રતાપ યાદવ, ઇમામખાન આમાનખાન મન્સૂરી, પુપેન્દ્રકુમાર લખનલાલ ચોરસીયા, અલિબક્સ લાલખાન મન્સૂરી, ભાગચંદ્ર હરદયાલ ચોરસિયા, હરીશકુમાર ચુનુલાલ ચોરસિયા, જુગાર રમતા પકડાઈ ગયેલ હોય તેમની પાસેથી મુદ્દામાલ 18,400/- જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આ કામગીરીમાં મુન્દ્રા પીઆઇ સહિત શક્તિસિંહ ગોહિલ, પ્રઘુમનસિંહ ગોહિલ, અશોક કનાદ, જયદેવસિંહ ઝાલા, રાજદીપસિંહ ગોહિલ સાથે રહ્યા હતા.