આદિપુરના શિણાય ગામ નજીક કારમાં સાથે ફરવા ગયેલા બે મિત્રો ગર્લફ્રેન્ડના મુદ્દે આપસમાં બાખડી પડ્યા હતા. આ અંગે બન્ને મિત્રો પ્રકાશ રતિલાલ રાઠોડ (ઉ.૨૧) અને ભરત જેઠાલાલ પાતારીયા (ઉ.૧૭) એ એકબીજાએ પોતાને ઇજા પહોંચાડી હોવાની સામસામી ફરિયાદ લખાવી છે.આ બનાવ ગઈકાલે ભરત પાતારીયા સાથે કારમાં મુન્દ્રા તરફ જતી વેળાએ સામસામે આક્ષેપો દરમ્યાન થયો હોવાનું જણાવાયું છે .પોલીસે તપાસ શરૂ કરી છે.