અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા પટના(બિહાર)માં ૩૭મી રાષ્ટ્રીય કાર્યકારીણી સભા તથા લઘુ અધિવેશન “ઉત્કર્ષ”નું આયોજન કર્યું હતું. આ અધિવેશનમાં સંપૂર્ણ ભારતભરની ઝુપર શાખાઓના પ્રતિનિધિએ ભાગ લીધો હતો. તેમાં ગુજરાત પ્રાન્તનુ પતિનિધિત્વ ગુજરાત પ્રાંતના મહામંત્રી ઓમપ્રકાશ સરિયાલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. રાષ્ટ્રીય સભામાં ગુજરાતની તમામ શાખાનો અહેવાલ પણ રજુ કરેલ ગુજરાતની શાખાઓની કામગીરી જોઈને અખિલ ભારતીય મારવાડી યુવા મંચના પ્રમુખ, મંત્રી અને ઉપસ્થિત તમામ હોદ્દેદારોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. અને સારી કામગીરી માટે અભિનંદન પણ આપ્યા હતા. વિશેષ આ રાષ્ટ્રીય સભા અને લઘુ અધિવેશનમાં ૨૦૧૮-૧૯માં ગુજરાતની શાખાને ૧૫ અલગ – અલગ વિશેષ પ્રવૃતિઓ માટે મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવી હતી. આ સંમેલનમાં રાષ્ટ્રીય સંયુકતમત્રી રણજીત ચૌધરી, ગુજરાત પ્રાંતીય મહામંત્રી ઓમપ્રકાશ સરિયાલા, ગાંધીધામ શાખાના સહમંત્રી કે.બી.પટેલ, ઓમ જી સુથાર હાજર રહીને પુરસ્કાર સ્વીકાર કરેલ તેમજ દિલ્લીના યુવા ભવનમાં ટ્રસ્ટીશીપમાં ગાંધીધામ શાખા ગાંધીધામ જાગૃતિ શાખા અને સુરત જાગૃતિ શાખા ને સર્ટીફીકેટ તેમજ યુવા ભવનની પીન આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. ગુજરાત પ્રાંતીય મારવાડી યુવા મંચના પ્રમુખ રાજેન્દ્ર અગ્રવાલ, સંસ્થાપક પ્રમુખ નંદલાલજી ગોયલ તેમજ તમામ પ્રાંતીય અને શાખાના પદાધિકારીયો દ્વારા શુભેચ્છા પાઠવી હતી. આગામી વર્ષ માટે ગુજરાતની તમામ શાખા સક્રિયપણે કામ કરે તથા આગામી વર્ષની રણનીતી ઘડવા તેમજ તમામ પ્રાન્તીય સમેલન માટે તા.૧૨/૦૧/૨૦૨૦ ના રોજ ગાંધીધામ ખાત પ્રાંતીય મારવાડી યુવા મંચની બેઠક પણ રાખેલ છે. તેમાં ગુજરાત પ્રાન્તીય મારવાડી યુવા મંચ ના તમામ પદાધીકારી ગણ તમામ શાખાના પ્રમુખ, મંત્રી અને પદાધિકારીગણ ઉપસ્થિત રહેવા ગુજરાત પ્રાંતના મંત્રી ઓમપ્રકાશ સરિયાલાની યાદીમાં જણાવ્યુ હતું