લખપતના દોલતપર નિવાસી શાળાની વિધાર્થિનીઓ ભયના ઓથાર નીચે કરી રહી છે અભ્યાસ

કચ્છના લખપત તાલુકાના દોલતપર ગામ પાસે કસ્તુરબા ગાંધી નિવાસી શાળામાં અભ્યાસ કરતી પછાતવર્ગની બાળાઓને શિક્ષણ કાર્યમાં અવરોધરૂપ થતાં પવનચકકી કંપનીવાળાઓએ ખેડૂતો પાસેથી ખેતીની જમીન એગ્રીમેન્ટથી લઈને મોટો યાર્ડ બનાવેલ જેમાં મોટા મોટા ટ્રેનો, ટ્રેલર અને પવનચકકીના પાંખીયાઓ અને ફાઉન્ડેશન પાઈપો આડેધડ ગોઠવી દેતાં આ વિસ્તારમાં સરકારની પણ જમીન આવેલી છે એમાં પણ પેશકદમી કરીને દબાણ કરેલ છે. તે સંદર્ભમાં જાણવા મળ્યું હતું કે કસ્તુરબા ગાંધી નિવાસી શાળામાં ભણતી સરહદી વિસ્તારના ગામડાઓની કરી મૂંઝવણ અનુભવી રહ્યું છે અને ભયના ઓથાર તળે અભ્યાસ કરી રહ્યું છે. ત્યારે સ્થાનિક પ્રિન્સીપાલે આવેદનપત્ર આપ્યું છતાં પણ બે માસનો સમય થઈ ગયો પણ કોઈ નકકર પરિણામ ન આવતાં ગત તા.૧૯ના નાયબ કલેકટરની કચેરી અધિકારીને જિલ્લાના મોવડી મંડળે આવેદનપત્ર આપ્યું હતું અને સમસ્યાનું નિવારણ થાય તે બાબતે ધારદાર રજૂઆત કરી હતી જેમાં અખીલ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજના પ્રમુખ, અનુસુચિત જ આયોગ નવી દિલ્હી સબ કમિટિના મેમ્બર ધર્મેન્દ્રભાઈ ગોહિલ, અંજાર ચોવીસીના પ્રમુખ નારણભાઈ વઘોરા, ત્રિકમભાઈ ટ્રસ્ટના પ્રમુખ અંજાર ભરતભાઈ સોલંકી, ગુર્જર સમાજના અગ્રણી અને એડવોકેટ ધનજીભાઈ મેરીયા, કચ્છ જિલ્લા દલિત અધિકાર સંઘના માજી પ્રમુખ મહેશભાઈ બગડા, નખત્રાણા તાલુકા અનુસુચિત જાતિ સેલના પ્રમુખ ભીમજીભાઈ વાઘેલા, કચ્છ જિલ્લા બહુજન સમાજ પાર્ટીના મહાસચિવ રામજીભાઈ દાફડા, દેવપર ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ પ્રેમજીભાઈ, પિમ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજ માનકુવા વિભાગના માજી પ્રમુખ જેરામભાઈ વાઘેલા, પિમ કચ્છ મેઘવંશી વિગોડી અને ગુર્જર સમાજ વિવિધલક્ષી મંડળના પ્રમુખ પી.સી.ચાવડાએ વિગતવાર રજૂઆત કરી અને જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સરહદી વિસ્તારની અંદર સરકાર શિક્ષણ અને વહીવટીખર્ચ વધુ પ્રમાણમાં કરી રહ્યું છે ત્યારે આવા કપરા સંજોગોની અંદર ગરીબ પરિવારની દિકરીઓ નિવાસી શાળામાં અભ્યાસ કરતી હોય અને પવનચકકી યાર્ડમાં આવવા જવાનું અને રેતીના ઢગલા અને ધૂળ અને ઢેફાની ભોજનાલય અંદર આવતાં દિકરીઓ ભોજન લઈ શકતી નથી. રાતના નિંદર પણ કરી શકતી નથી. આ શાંત વાતાવરણની વચ્ચે પવનચકકી યાર્ડ સામગ્ર રાખવા માટેનું ભાડે રાખેલા ખેતર વાડીમાં અંદર અવરજવર કરતાં મોટા ઘોંઘાટને ધૂમાડા કાઢતાં વાહનોના કારણે વાંચન, લેશનકાર્યમાં અવરોધ થતાં નિવાસી બાળાઓએ રજૂઆતો પણ કરી હતી. આ અંગે નિરાકરણ લાવવા પ્રાંત અધિકારી રાઠોડે હૈયાધારણા આપી હતી કે ભવિષ્યની અંદર શિક્ષણ ન બગડે અને દિકરીઓને શાંત વાતાવરણમાં અભ્યાસ કરે તેવું આશ્ર્વાસન આપ્યું હતું અને આગળની કાર્યવાહી કરવા માટે ખાતરી આપી હતી