નખત્રાણામાં ડીપ ફ્રીઝરમાં રહેલ શાકભાજીની સફાઈ દરમ્યાન આગ લાગતાં ગૃહિણીનું મોત

ગાંધીધામમાંથી-સવા-કિલો-ગાંજા-સાથે-લોહાણા-યુવાન-ઝડપાતા-ચકચાર-2

નખત્રાણામાં શાકભાજીનો વ્યાપાર કરતા વ્યાપારીના કોલ્ડ સ્ટોરેજમાં ડીપ ફ્રીઝરની સફાઈ દરમ્યાન બનેલ બનાવમાં તે વ્યાપારીના પત્નીનું મોત નીપજયું હતું. જશોદાબેન ગંગારામ સીજુ નામના ૪૫ વર્ષીય ગૃહિણી દ્વારા ડીપ ફ્રીઝરની સફાઈ કરતી વખતે તેમાંથી ગેસ લીક થતાં આગ લાગી હતી. જે આગથી દાઝી ગયેલા જશોદાબેનનું સારવાર દરમ્યાન અકિલા મોત નીપજયું હતું. આ અંગે તેમના પતિ ગંગારામ સીજુ એ પોલીસને જાણ કરતા ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે.