ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમને ભાવનગર ફેમિલી કોર્ટ પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

ભાવનગર જીલ્લા માંથી ૦૬ માસ માટે તડીપાર થયેલ ઇસમને આજરોજ એસ.ઓ.જી. પોલીસે ભાવનગર ફેમિલી કોર્ટ પાસેથી ઝડપી પાડી મજકુર સામે હદપાર ભંગનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ભાવનગર જીલ્લામાંથી ૦૬ માસ માટે તડીપાર થયેલ ઇસમ અરવિંદ ભાયાભાઈ રાઠોડ ઉર્ફે ડગળી ઉ.વ.30 ડબલ થાંભલે આનંદનગર ,ભાવનગર વાળાને ભાવનગર ફેમિલી કોર્ટ પાસેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળિયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. યુસુફખાન પઠાણ તથા પી.ડી.ગોહિલ,યોગીનભાઈ ધાંધલા તથા પોલીસ કોન્સ. પાર્થભાઈ પટેલ જોડાયા હતા