છસરામાં દારૂની રેડ પાડવા ગયેલી પોલીસ સાથે મહિલાઓએ ઝપાઝપી કરી આરોપી ભગાડ્યો

મુન્દ્રા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે પોલીસ છસરા આરોપી નવીન કાના કોલી ને ત્યાં દારૂની રેડ પાડવા ગઈ ત્યારે નવીન કાના કોલી,ગીતાબેન નવીન કોલી, મંગા કાના કોલી વેલા કાના કોલી જલુબાઈ કોલી અને તેમની સાથે ની બે અજાણી મહિલાઓ એ  પોલીસની ફરજમાં રુકાવટ કરી ને ને મહિલાઓએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરીને આરોપી નવીન કાના કોલી ને દારૂ ના મુદ્દામાલ સાથે ભગાડી દીધો હતો આ અંગે પોલીસ હેડ કોસ્ટેબલ નિલેશભાઈ હરેશભાઈ ભટ્ટ એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે મહિલાઓ સહિત સાત સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે