કચ્છ : કોરોના પોઝીટીવ કેસને પગલે આશાલડી ગામને બફરઝોનમાં મુકવાની કવાયત : ૨૩૫૯ દર્દીઓ કવોરેન્ટાઇન : નવો એક પણ કેસ નહી

content_image_46edd246-32b1-477e-b4b0-801654f40307-1

કોરોનાને પગલે કચ્છમાં તંત્ર સાબદુ છે. અત્યારે કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. ૧૭ શંકાસ્પદ પૈકી ૧૬ નો રિપોર્ટ નેગેટિવ છે. એક નો રિપોર્ટ પોઝિટિવ છે. અત્યારે ૨૩૫૯ દર્દીઓ કવોરેન્ટાઇનમાં રખાયા છે.જે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તે દર્દીના ગામ આશાલડી (લખપત) ને બફરઝોનમાં મુકવાની કવાયત હાથ ધરાઈ છે. આ ગામની ૫ કિલોમીટરની ત્રિજયામાં મંજૂરી વિના કોઈને પણ પ્રવેશ નહીં મળે.