ભુજ તથા માધાપરમાં ડોર ટુ ડોર સર્વેમાં અનેક વિસ્તારોમાં કોઈ ડોકાયું જ નથી

કચ્છમાં કોરોનાના શંકાસ્પદ તાથા જોખમરૃપ શરદી- ખાંસી, ફલુના દર્દીઓ શોધી તેને સારવાર અ પવા તાથા કવોરેન્ટાઈન કરવાના તંત્રના આયોજનમાં અનેક લોલંલોલ બહાર આવી રહી છે. કચ્છમાં આરોગ્ય વિષયક સર્વે ૯૬ ટકા પુર્ણ થઈ ગયાનો દાવો આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. બીજીતરફ તપાસ કરતા કચ્છના પાટનગર ભુજ તાથા પરા સમાન માધાપર સહિતના ગામમાં જ અનેક વિસ્તારોમાં સર્વે કરવા કોઈ ડોકાયા નાથી. જે દર્શાવે છે કે, મુખ્ય શહેર અને ગામોમાં આ હાલત છે તો કચ્છના અન્ય વિસ્તારોમાં સર્વે કઈ રીતે પુર્ણ કરાયો હશે? જો સર્વેની કામગીરીમાં બોગસ આંકડા કર્મચારીઓ દ્વારા પુરાયા હશે તો આ ભુલ કચ્છને ભારે પડી શકે છે.આ અંગે મળતી માહિતી મુજબ આરોગ્ય વિભાગ દ્વારા આંગણવાડી તાથા આશાવર્કરોની મદદાથી ઘરે ઘરે જઈને સર્વે કરાઈ રહ્યો છે. જેમાં પરીવારના કેટલા સભ્યો, તેઓને વર્તમાન કોઈ બિમારી, તાવ-શરદી,ખાંસી છે કે નહીં તે સહીતની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. જો કોઈને શંકાસ્પદ લક્ષણો દેખાય તો તંત્ર દ્વારા તેઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવે છે. તાથા સામાન્ય શરદી- તાવવાળા દ ર્દીઓને સારવાર આપીને જરૃરી સાવચેતી અંગે માહિતી અપાય છે. આ પગલા ભરવા પાછળનો આશય એ છે કે, કચ્છમાં જો કોઈ કોરોનાના લક્ષણોવાળા હોય તો સર્વેમાં જ મળી આવે જેાથી તેનો ચેપ અન્યો સુાધી જતો અટકાવી શકાય તાથા અન્ય તાવ- શરદીના દર્દીઓને પણ જોખમી બનતા અટકાવી શકાય. પરંતુ જે કર્મચારીઓ પર સર્વેની કામગીરી સોંપવામાં આવી છે તેઓ દ્વારા ગોટાળા કરવામાં આવતા હોવાની શંકા ઉપજી છે. તપાસ કરતા માલુમ પડયું હતું કે, ૯૬ ટકા સર્વે પુર્ણ થઈ ગયો છે છતાં હજી સુાધી ભુજ શહેરના મધ્યાથી લઈને છેવાડાના અનેક પોશવિસ્તાર, સ્લમવિસ્તારોમાં કોઈ કાર્યકરો સર્વે કરવા પહોંચ્યા જ નાથી. તે જ સિૃથતી પરાસમાન એનઆરઆઈની સંખ્યાબંધ વસતી ધરાવતા માધાપર ગામની છે. નવાવાસ પંચાયતના વિસ્તારાથી માંડીને છેવાડાના વિસ્તારોમાં સર્વે કરાયો જ નાથી. લોકોએ જણાવ્યું હતું કે, અમારા ઘરે કોઈ આવ્યુ નાથી બીજીતરફ સર્વે પુર્ણ થવાની અણીએ છે જે તપાસનો મુદ ો છે. જો ભુજ, માધાપર સહીતના શહેર, નગરના સર્વેની આ હાલત છે તો કચ્છના અન્ય ગામમાં કેવી કામગીરી કરાઈ હશે તે કલ્પના કરી શકાય. લોકોના ઘરે ઘર ેફરવાના બદલે કર્મચારીઓ દ્વારા સર્વેના નામે બોગસ આંકડા ભરી ઉપરી અિધકારીને સોંપી દેવાયા હોવાની આશંકા પ્રબળ બની છે. સર્વે શરૃ થયો તેને બે સપ્તાહ પુર્ણ થવા આવ્યા છે ત્યારે મુખ્ય સૃથળોમાં જ ગાબડા ઉભરી આવ્યા છે. જો સર્વેમાં માત્ર કાગળ પર કામગીરી કરાઈ હશે તો કામચોરીની આ ભુલ કચ્છને ભારે પડી શકે છે. લોકલ ટ્રાન્સ મિશન તાથા કોમ્યુનિટી ટ્રાન્સમિશન ફેઝમાં કચ્છ કોરોનાગ્રસ્ત બની શકે તેવું જોખમ તોળાઈ રહ્યું છે. કલેકટર દ્વારા સર્વેની પુર્ણ તપાસ કરાય તેવી માંગણી ખુદ લોકો દ્વારા કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, અત્યારસુાધી ક્ચ્છમાં એકમાત્ર પોઝીટીવ કેસ છે જેની હાલત સુાધારા પર હોઈ કચ્છમાટે આ હાશકારારૃપ સમાચાર છે પરંતુ સર્વેની ત્રુટીજનક કામગીરી થકી બાદમાં કોઈ જોખમ સર્જાશે તો તેનું જવાબદાર કોણ ઠરશે તે સવાલ છે. આ અંગે આરોગ્ય અિધકારીને ફોન કરતા તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.