કચ્છમાં પાંચ દિવસની શાંતિ પછી કોરોનાનો એક શંકાસ્પદ દર્દી દેખાતાં ફરી તંત્ર એલર્ટ થઈ ગયું છે. મુન્દ્રાની સમુદ્ર ટાઉનશીપમાં રહેતા યુવાનને કોરોના જેવા લક્ષણો લાગતા તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આરોગ્યતંત્ર દ્વારા આ યુવાનના સેમ્પલો ટેસ્ટ માટે મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે