કોરોના વાયરસને અટકાવવા તકેદારી રૃપે ૧૪ એપ્રિલ સુાધી લોકડાઉનના પગલે દુાધની ખપત ઘટી છે. તો બીજીતરફ ખોળ અને ભુસા જેવા પશુ ચરાવા ભાવમાં વાધારો થતા માલાધારીઓ વિકટ પરિસિૃથતીમાં મુકાયા છે.આ બાબતે પશુપાલકો પાસેાથી મળતી માહીતી મુજબ વર્તમાન પરિસિૃથતીમાં લોકડાઉનના કારણે જિલ્લા બહાર વસતા લોકો પોતાના વતન તરફ ગયા છે તો મીઠાઈ સહિતની દુાધની અન્ય બનાવટોનું વેંચાણ બંધ થતા દુાધની માંગ ઘટવા માંડી છે. તો ચોક્કસ સમય માટે અને શહેરમાં નક્કી કરેલી જગ્યાએ દુાધનું વેચાણ કરવાની પરવાનગી મળે એવું માલાધારી વર્ગ ઈચ્છી રહ્યો છે. પશુપાલકો અને વર્ષોથી દુાધના વ્યવસાય સાથે સંકડાયેલા અરવિંદભાઈના કહેવા પ્રમાટે દુાધની માંગ ઘટી છે અને પોષણક્ષમ પશુઆહારમાં ખોળ, ભુસામાં ગુણી દીઠ રૃા. ૪૦૦ થી ૫૦૦ નો વાધારો થતા પશુપાલકો માટે મુશ્કેલ સિૃથતી સર્જાઈ છે. આમ માલાધારીઓનો પ્રદેશ ગણાતા કચ્છમાં પશુપાલકો માથે આફત આવી છે. લોકડાઉન પહેલા ભુસાના ભાવ ૭૦૦ થી ૮૫૦ હતા. જે હાલે વાધીને ૧૧૦૦ થી ૧૩૦૦ થવા પામ્યા છે. એ જ રીતે ખળના ૯૫૦ થી ૧૦૦૦ હતા જે વર્તમાન પરિસિૃથતીમાં વાધીને ૧૪૦૦ થી ૧૬૦૦ થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલે દુાધના ભાવમાં કોઈ વાધારો નાથી કરાયો જેના કારણે આવક એ ની એજ રહેવા પામી છે. જ્યારે પશુઓના ખાણદાણના ભાવ વાધી જતા ખર્ચ વાધી જવા પામ્યો છે.