કોરોના વાયરસ હેઠળ કચ્છમાં નવા ૪૨ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરાયા

જિલ્લામાં કોરોના વાયરસના પગલે છેલ્લા ૨૪ કલાકમાં ૪૨ વ્યકતિઓને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. કુલ ૨૨૨૫ લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. બહારાથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા ૧૪ દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૨ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ ૨૨૨૫ માંથી ૨૧૮૩ વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ ૬૯૨૨ વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન કરાયા હતા. જેમાંથી ૪૭૩૯ વ્યકિતઓએ ૧૪ દિવસનો કવોરોન્ટાઇન પીરીયડ પૂર્ણ કરેલો છે. જિલ્લામાં કુલ ૨૫૩૧ ઈન્સ્ટીટયુશનલ કવોરોન્ટાઇન વ્યવસૃથા છે. જેમાં ૧૧૬ વ્યકિતઓને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી ૭૪ વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં ૪૨ વ્યકિતઓ કવોરોન્ટાઇનમાં છે.