આ વર્ષે શિયાળું પાક જેવો જોઈએ તેવા ન થતા કિસાનો પહેલા થી પરેશાન છે ત્યારે બાગાયતી પાકમાં પણ કમોસમી વરસાદ તાથા વારંવાર વાતાવરણના પલટાવ થકી અસર જોવા મળી રહી છે. ઉપરાથી કોરોના મહામારીના કારણે વેંચાણ સહીતની કામગીરીમાં હાલાકી ઉભી થતાં ખેડુતોનુ આખુ વર્ષ બગડશે તેવા અણસાર ઉભા થયા છે. કચ્છમાં કેસર કેરીનું ઉપ્તાદન મોટાપાયે થાય છે પરંતુ આ વર્ષે તેનો પાક અસરગ્રસ્ત થયો છે. જેના કારણે ફુલ સારા આવ્યા છતાં ફાલ પર પાણી ફરી વળ્યું છે.સાંયરા(યક્ષ) ખેડુતના જણાવ્યા મુજબ આ વર્ષે આંબાના ઝાડ પર સારા પ્રમાણમાંમોર જોવા મળતા ફાલ સારો આવશે તેવી આશા બંધાણી હતી. પરંતુ ઉપરા ઉપરી માવઠા તેમજ ક્યારેક વાતાવરણમાં ઠંડી અને ક્યારેક ગરમી પડવાથી હાલ ઝાડ પર કેરી પીળી થઈને નીચે પડવા લાગી છે. આમ જે સારા ફાલની આશા હતી તે ધોવાઈ રહી છે. કિસાનોએ જણાવ્યું હતું કે, કેરીના રોપને પાયાથી લઈને મોટા ઝાડ થાય ત્યાં સુાધી એક વૃક્ષ પાછળ ૫૦૦ થી ૬૦૦ જેટલો ખર્ચ લાગે છે. એક એકરમાં ૧૭૦ જેટલા કેસર કેરીના વૃક્ષ આવે છે.આમ, એકરે ૯૦ હજારાથી એક લાખ જેટલો ખર્ચ થાય છે. રોપાના વાવેતર વખતે પાયાના ખાતરાથી લઈને દવાનો છંટકાવ તેમજ ટપકાથી અવારનવાર પાણી આપવુ ંપડે છે. આમ, મહેનત અને ખર્ચ છતાં ખેડુતોને નુકશાન ભોગવવાનો વારો આવશે. ગત વર્ષે કેસર કેરીનો ભાવ હોલસેલમાં પ્રતિ કિલો ૩૦ થી ૩૫ હતો જ્યારે છુટકમાં પ્રતિ કિલો ૫૦ થી ૬૦નો હતો. આ વર્ષે કુદરતી પ્રકોપ ઉપરાંત કોરોના મહામારીનુેં ગ્રહણ લાગ્યું છે. તે કેટલા દિવસ ચાલે છે તેના પર ખરીદીનો આાધાર તાથા ભાવની ખબર રહેશે. કચ્છની મોટાભાગની કેરી વિદેશ સપ્લાર્ય થાય છે જો આ વખતે એમ નહીં થાય તો ખેડુતોને સારા ભાવ નહીં મળે તેવી ચિંતા ઉભી થઈ છે. આમે, કચ્છની કેરી અન્ય જિલ્લા કરતા પાછળ આવે છે ત્યારે કમસે કમ મહામારીની મારાથી બચી જાય તેવો આશાવાદ કિસાનો સેવી રહ્યા છે.