રાજય સરકાર દ્વારા ૩જી મે સુાધી ચાલનારા લોકડાઉનમાં માર્કેટ યાર્ડ શરૃ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને સહકારી મંડળીઓ કચ્છ-ભુજના જિલ્લા રજીસ્ટ્રારની અધ્યક્ષતામાં જિલ્લાના માર્કેટયાર્ડ ચાલુ કરવા મહત્વની બેઠક મળી હતા. તા.૨૦-૪-૨૦૨૦ સુાધી લોકડાઉનની કડક અમલવારી બાદ કચ્છ જિલ્લાના તમામ માર્કેટયાર્ડો તા.૨૧/૪/૨૦૨૦ના સરકારના માર્ગદર્શક સૂચનાઓ મુજબ ચાલુ કરવામાં આવશે. પ્રવર્તમાન કોવીડ-૧૯ની સિૃથતિમાં કોરોના વાયરસનું સંક્રમણ ના થાય તાથા સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય એમ ખેત બજાર અને ગ્રામ્ય આૃર્થતંત્રના નિયામક પરિપત્રની સૂચના અને માર્ગદર્શન બાદ આ નિર્ણય લેવાયો છે.તા.૧૬-૪-૨૦૨૦થી ખેડૂતો માર્કેટ યાર્ડમાં પોતાનું રજીસ્ટ્રેશન સવારે ૭ થી ૧૧ વાગ્યા સુાધી કરાવી શકશે. અનાજ માર્કેટયાર્ડ શરૃ કરવા અને ”સોશીયલ ડીસ્ટસીંગ” જળવાય તે માટેની જરૃરી સેનીટાઈઝીંગ, માસ્ક, ગ્લોવઝ તેમજ ડીજીટલ ઈન્ફ્રારેડ ટેમ્પ્રેચર ગન ખરીદવા અંગેની તમામ કામગીરી બજાર સમિતિઓએ તા.૨૦/૪/૨૦૨૦ સુાધીમાં પૂર્ણ કરી લેવાની રહેશે. કચ્છ જિલ્લામાં બજાર સમિતિ, ભુજ, અંજાર, ભચાઉ અને રાપર ખાતેના માર્કેટયાર્ડોમાં હરાજીની પ્રક્રિયા થાય છે. જ્યારે બજાર સમિતિ મુન્દ્રા, માંડવી, નખત્રાણા અને કોઠારા ખાતે હરાજીની પ્રક્રિયા થતી ના હોઇ લોકડાઉનના સમયગાળા દરમ્યાન ખેડૂતો પોતાનો માલ વેચી શકે તે માટે બજાર સમિતિના વેપારી લાયસન્સ ધરાવતા વેપારીઓ/કમીશન એજન્ટો તાથા મજુરોને જિલ્લા કલેકટર તરફાથી પાસ ઈસ્યુ કરવાની કામગીરી બજાર સમિતિ લેવલે પૂર્ણ કરાવી લેવાની રહેશે. જો પાસ અંગેની કામગીરી પૂર્ણ થાય તો વેપારીઓ જે તે ખેડૂતના ગામે/ખેતરે થઇ માલ ખરીદી શકે અને સોશીયલ ડીસ્ટંસીંગ પણ જળવાઇ રહે. જેાથી આ અંગે માર્કેટયાર્ડ તરફાથી પાસ ઈસ્યુ કરવાની દરખાસ્ત રેવન્યુ ઓાથોરીટીને રજુ કરવા અને બજાર સમિતિને પાસ ઈસ્યુ કરવાની દરખાસ્ત મુજબ પાસ ઈસ્યુ કરવા જિલ્લા રજીસ્ટ્રાર કક્ષાએાથી પણ જરૃરી ભલામણ કરવાનું સર્વાનુમતે કમીટીએ ઠરાવેલ છે.