કોરોનાના કહેર વચ્ચે પ્રસુતાની ૧૦૮ મા ડીલીવરી

રાપર તાલુકાના મેવાસા ગામની સીમમાં રહેતા વાલજીભાઈ ની પત્ની ભારતીબેન ને ડિલિવરી નો દુઃખાઓ થતાં તેમના પતિ વાલજીભાઈ ને લોકડાઉન  લીધે કોઈ વાહન ના મળતા તેમણે ૧૦૮ કોલ  કરી ને જાણ કરી  ૧૦૮ને જાણ‌ થતા તાત્કાલિક સામખિયાળી GVK EmRi ૧૦૮નો સ્ટાફ પાઈલોટ પ્રવીણભાઈ કાપડી અને ઈ.એમ.ટી રમેશ બામણીયા તત્કાલીન ઘટના સ્થળે પહોંચી ગયા ભારતીબેન ને ડિલિવરીનો દુખાઓ હોવાથી તત્કાલીન ૧૦૮ માં લઇને  ગાગોદર સરકારી દવાખાના માં લઇ જતા હતા પણ‌ દુખાવો અસહ્ય હોવાથી એમ્બ્યુલન્સ મા જ ડીલીવરી કરાવવાની ફરજ પડી જેથી ૧૦૮ના સ્ટાફે અમદાવાદ ૧૦૮ના સેન્ટર ઈમરજન્સી રિસપોન્સ સેન્ટરના નિષ્ણાત ડોક્ટરને કોલ કરી તેમનુ માર્ગદર્શન લેતા હેઠળ સફળતાપૂર્વક એમ્બ્યુલન્સ મા પ્રસુતિ કરાવી.