ગાંધીધામ સંકુલમાં ઇલેક્ટ્રિકની દુકાનોને શરતી મંજૂરી આપવા માંગ

ગાંધીધામ ઈલેક્ટ્રીક ડીલર્સ વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ રમેશભાઈ પટેલ અને સેક્રેટરી વિનોદભાઈ ખૂબ સંતવાણી જિલ્લા કલેકટરને પત્ર પાઠવીને જણાવ્યું છે કે દેશ પર આવેલ કોરોના ની વિકટ પરિસ્થિતિ માં અમારું ગાંધીધામ ઇલેક્ટ્રિક ડીલર્સ વેલ્ફેર એસોસિએશન શરૂઆત થી જ એટલે કે જનતા કર્ફ્યું ના સમય થી જ સરકાર ની સાથે છે. અમારા તમામ વેપારીઓએ લેખિત માં જનતા કર્ફ્યું અને બાદ માં આવી સ્થિતિ માં સરકાર સાથે રહેવા નિર્દેશ આપીયો હતો . હાલે ૨૧ દિવસ નું લોક ડાઉન નો સમય ગાળો પૂર્ણ થઈ ગયો છે ત્યાં સુધી  મા કચ્છ જીલ્લા માં સ્થિતિ સુધારા પર છે તેમજ કેટલાક ઉદ્યોગો ને છૂટ આપવામાં આવી છે જેથી  અમારો વેપાર પણ જરૂરી સેવા નો છે, અનેક ઘર માં વીજળી ઉપકરણો બગડે કે શોર્ટ સર્કીટ થાય કે અન્ય સ્થતિ માં પણ આ સેવા ની જરૂર પડે છે અને ઈલેક્ટ્રીશ્યન ને સમાન મેળવવામાં તકલીફ પડે છે, તેમજ છૂટ આપવામાં આવેલ ઉદ્યોગો માં પણ ઇલેક્ટ્રિક સામાન ની જરૂર પડે છે. ધંધા માટે મુક્તિ નો દુરુપયોગ ના થાય એ માટે જરૂર પડ્યે આપની મંજુરી હશે તો અમે વેપારીઓ માટે પાસ પણ બનાવવા તૈયાર છીએ. તેથી અમારી આપને વિનંતી છે કે આ સ્થિતિ માં અમારા વેપારીઓ અને કોન્ટ્રાક્ટરો ને ધંધા માટે થોડીક જરૂરી છૂટ આપવા આપવામાં આવે અને તે માટે ની તમામ જરૂરી શરતો નું પાલન કરવા વેપારીઓ તૈયાર છે જેથી શરતી મંજૂરી આપવામાં આવે તેમ પત્ર ના અંત માં પ્રમુખ રમેશભાઈ પટેલ સેક્રેટરી વિનોદભાઈ ખુબચંદાણી, જણાવ્યું હતું