પાંચ દિવસ પહેલા કોરોનાનો જેમનો નેગેટીવ રિપોર્ટ આવ્યો છે તેવા લખપતના આશલડી ગામની ૫૯ વર્ષિય મહિલા દર્દીનો ફરી રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર અને પરિવારમાં ચિંતાની લાગણી ફરી વળી છે.લખપતની મહિલા અને તેમના પતિ તેમજ તાલુકાના અન્ય લોકો ફેબુ્રઆરી માસમાં ઉમરાહની યાત્રાએ ગયા હતા. ૧૫ માર્ચે તેઓ કચ્છ પરત ફર્યા હતા ત્યારબાદ મહિલા દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવતા ૨૧ માર્ચે જનરલ હોસ્પીટલમાં દાખલ કરાઈ હતી. ત્યારબાદ મહિલા દર્દીની તબિયત સ્વસૃથ જણાતી હતી. પાંચ દિવસ પહેલા આ મહિલાનો રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્યતંત્રમાં રાહત થઈ હતી જો કે, ત્યારબાદ લેવાયેલા સેમ્પલમાં ફરી કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. કોરોનાના દર્દીને આઈસોલેટ કરી દેવાતો હોય છે, પરિવારજનો દર્દીને મળી શકતા હોતા નાથી. માત્ર ફોનાથી પરિવારજનો સાથે સંપર્ક કરવાની છુટ હોય છે. ત્યારે, ૨૭ દિવસાથી હોસ્પીટલમાં સારવાર હેઠળ રહેલ આ મહિલા હતાશ થતા તબીબો દ્વારા વિડીયો કોલીંગ કરાવીને તેમના પરિવારજનો સાથે વાત કરાવીને મહિલાની હિંમત વાધારી હતી. દરમિયાન, મહિલાની રોગ પ્રતિકારક શક્તિ વાધારવા માટે તબીબો દ્વારા હવે દૈનિક આહારમાં મનગમતો પોષ્ટીક આહાર આપવાનું પણ નિર્ણય કરાયો છે.