બી ડીવીઝન પોલીસ મથકમાંથી મળતી વિગત મુજબ ગાંધીધામ શહેરના રોટરી નગરમાં બાવળની જાળીમાં સવારના ભાગે તીક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરાયેલો અજાણયો યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ બી ડીવીઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેશની પી.એમ. માટે સરકારી હોÂસ્પટલમાં ખસેડાયો હતો. દરમ્યાન પોલીસે તપાસ કરતા મૃતકની ઓળખ થઇ હતી. નરેન્દ્ર રૂપારામ રાઠોડ ઉ.વ. આશરે ૩૦ રહે. રોટરી નગર હોવાનું ખુલ્યુ હતુ. અજાણ્યા હત્યારાઓએ નરેન્દ્ર રાઠોડને શરીરના ભાગે તીક્ષણ હથિયારના ઘા મારીને હત્યા નિપજાવી હતી આ લખાય છે ત્યા સુધીમાં ગાધીધામ બી ડીવીઝન પોલીસે હતભાગીના પરિવારને બોલાવી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.